Shrikhand

હેલ્લો ફ્રેન્ડસ આજે સન્ડે સ્પેશીયલ હોમમેડ શ્રીખંડ બનાવ્યો છે. આપણા ગુજરાતી નું ફેવરીટ શ્રીખંડ અને પુરી.

શ્રીખંડ
સામઞી
5લીટર દૂધ
200g ખાંડ
15થીં 20 તાંતણા કેસર
1/4સ્પૂન એલાયચી પાવડર
2ટેબલ સ્પૂન દૂધ
2સ્પૂન બદામ પીસ્તા ની કતરી

રીત
સૌથી પહેલાં 5લીટર ફૂલ ફેંટ વાળું સારી કવોલિટી નું દૂધ લઇને દહીં જમાવી પછી દહીં સરસ જામી જાય એટલે દહીં ને એક કોટના કપડાં મા ગરણા મા પાંચેક મીનીટ થોડું દહીં નું પાણી નીકળી જાય એટલે એક કોટનની સાડી કે કપડાં મા બાધી ઉંચે ટીંગાડી નીચે કોઇ વાસણ રાખવું. જેમ જેમ પાણી નીકળતું જાય એટલે    કપડાં ની ગાંઠ છોડી પછી    દબાવી  બાંધી દો.બે ત્રણેક કલાક બધું પાણી નીકળી જાય એટલે મસકો તૈયાર થાય તેમાં બીલકુલ પાણી ન હોવું જોઇએ. પછી આ મસ્કા મા દળેલી ખાંડ નાખી એકદમ મીક્સ કરી લો કણી બીલકુલ ન રહેવી જોઈએ. પછી એલાયચી પાવડર નાખી મીક્સ કરી લો અને કેસર ને સેકી ખાંડીને દૂધ મા ઓગાળી શ્રીખંડ મા મીક્સ કરી દેવાનુ. પછી ફીજ મા એકદમ ઠંડુ થાય એટલે પુરી સાથે સર્વ કરો.

તમને જો મેંગો શ્રીખંડ બનાવો હોય તો કેરીના પીંસ નાંખી શકો.

Comments

Popular posts from this blog

A BAMBOO

shivling

Chakravyuha