ચરિત્રહીન વ્યક્તિ પર ભરોસો ન કરો.
ચરિત્રહીન વ્યક્તિ પર ભરોસો ન કરો.
જે વ્યક્તિ પોતાના એક પ્રેમ
અથવા એક જીવનસાથી અથવા પોતાની કાર્ય-ફરજ પ્રત્યે નિષ્ઠાવાન ન રહી શકે તે વ્યક્તિ તમારા પ્રત્યે અથવા રાષ્ટ્ર પ્રત્યે કદી વફાદાર ન રહી શકે. 
ચરિત્રહીન વ્યક્તિ પશુથી પણ બદતર છે,
માટે આવા વ્યક્તિઓથી દૂર રહો. 
'ચરિત્ર' શબ્દને માત્ર શારીરિક સંબંધો પૂરતો સીમિત રાખવામાં આવે છે જે એક ભ્રાંતિ છે. 
ચરિત્રવાન હોવું એટલે પોતાના જીવનસાથી પ્રત્યે, પોતાના  માતાપિતા પ્રત્યે, પોતાની કાર્ય-ફરજ પ્રત્યે વફાદાર હોવું, સમર્પિત હોવું. 
કોઈ નમાલો વ્યક્તિ પોતાના જીવનસાથી પ્રત્યે વફાદાર હોય પણ બિઝનેસ માં પોતાના પાર્ટનરને અથવા ગ્રાહકને છેતરતો હોય તો એ ચરિત્રહીન છે. 
આવી જાણીજોઈને કરેલી છેતરપીંડી અથવા પાપને ધોવા માટે પુણ્યકાર્ય કરતો મનુષ્ય તો સૌથી મોટો પાપી છે, ઢોંગી છે. 
કરોડ રૂપિયાનું નુકસાન જતું હોય તો એ જતું કરીને પણ આવા ચારિત્રહીન લોકોથી દૂર રહો. 
ચરિત્રહીન લોકોએ પોતાના નામ ઇતિહાસ માં અંકિત કર્યા છે પણ રાષ્ટ્રને, સમાજને અને પ્રકૃતિને ભયંકર નુકશાન કર્યું છે. 
ચારિત્ર્યવાન બનો.
ચરિત્રના સુસંસ્કાર તમારા બાળકોમાં સ્થાપિત કરો.
ઈશ્વર શૈવનૈ શતબુધ્ધિ આપે
★【હર હર મહાદેવ】★
Comments
Post a Comment