Live dhokla

GROUP : Rasoi ni Rangat - રસોઈ ની રંગત.

લાઈવ ખાટા ઢોકળા

સામગ્રી:
ખીરું બનાવવા માટે:
3/4 કપ ચણા દાળ
3/4 અળદ ની દાળ
3/4 મગ ની મોગર દાળ
4 કપ ચોખા
5 ચમચી દહીં કે છાસ પલાળવા માટે
1 ચમચી હળદર,
મીઠું જરૂર મુજબ
૧ ચમચી સોડા
ચપટી લાલ મરચું પાવડર (છાંટવા)
2 ચમચી તેલ ખીરા માં નાખવા

લાઈવ ખાટા ઢોકળા બનાવવાની રીત

સૌ પ્રથમ આગલી રાતે એક તપેલામાં બધી દાળ અને ચોખા સરખા ધોઈ લેવા પછી દાળો અને ચોખા અલગ અલગ થી તેમાં ખાટી છાસ કે પાણી રેડી પલાળી દેવા.બીજે દિવસે સવારે પલાળવા માં જે છાસ લીધેલી તે નિતારી લેવી અને પછી તે દાળ ચોખા ને મિક્સર જારમાં અલગ અલગ લઈ લેવા, પછી તેમાં થોડી છાસ ઉમેરી સ્મૂથ પીસી લેવું.આવી રીતે બધા દાળ ચોખા ને ધીમે ધીમે કરીને પીસી લેવા. પછી તે ખીરા વાળા તપેલાને તડકે અથવા અંધારી જગ્યાએ આથો આવવા મૂકી દેવું. સાંજ પડે એટલે સરસ આથો આવી ગયો હશે પછી ઢોકળીયા ની એક પ્લેટ માં સમાય એટલું ખીરું બીજા વાસણમાં લેવું.
પછી તેમાં હળદર , મીઠું ને ખાવાનો સોડા ઉમેરી બરાબર મિક્સ કરી લેવું.પછી ઢોકળીયા ની ગ્રીસ કરેલી પ્લેટ માં બનાવેલું મિક્સર તરત જ રેડી દેવું,પછી ઉપર લાલ મરચું પાવડર ભભરાવો. થોડીવારમાં ઢોકળા તૈયાર..૧૦-૧૫ મિનિટ પછી ચપ્પા વડે ચેક કરી લેવું, જો ચપ્પુ ક્લીન આવે તો તૈયાર ઢોકળા પછી બહાર કાઢી ને તેની ઉપર 1 ચમચી તેલ લગાવી ને સેહજ ઠંડા થવા દેવા.પછી કાપા પાડી લેવા.તો તૈયાર છે સ્પંજી ખાટીયા ઢોકળા પછી ગરમ ઢોકળા ને તેલ અને ચટણી જોડે સર્વે કરવા.

નોંધ:
હંમેશા ઢોકળાની પ્લેટમાં સમાય એટલા ખીરાનું જ સોડા, હળદર અને મીઠું ઉમેરી મિક્સ કરવું, જો એક સાથે મિક્સ કરી દઈશું તો છેલ્લી પ્લેટ કરતી વખતે ઢોકળા સરસ ફુલશે નહિ એટલે એક એક પ્લેટ પૂરતું દર વખતે મિક્સ કરવું એટલે મિક્સ કરી તરત પ્લેટને ઢોકળિયામાં મૂકી દેવી.
ખાવાના સોડા પર થોડા લીંબુના ટીપા પાડી સોડા ને એક્ટિવેટ કરી શકો છો.મેં અહીં લીંબુના ટીપા નથી પડેલા કેમ કે આથો સરસ આવેલ હોવાથી અને ખીરું પણ ખાટું હોવાથી મિક્સ કરશુ એટલે આપો આપ સોડા એક્ટિવેટ થઈ જશે.
ઢોકલાને વધારી ચા જોડે પણ સર્વ કરી શકાય

ચટણી બનાવવા માટે
10 નંગ ઢોકળા ને મિક્સ માં લઈને તેમાં 1ચમચી તેલ 1 લીબું નો રસ 1 ચમચી દહીં મીઠું સ્વાદ મુજબ લઈ પીસી લો. ચટણી માં જરૂર લાગે તો પાણી નાખીને જાડી કે પાતળી કરી શકો છો.
લસણની ચટણી
1 ચમચી લસણ 2 ચમચી કાશ્મીરી લાલ મરચું મીઠું સ્વાદ મુજબ 1 ચમચી તેલ જરૂર મુજબ પાણી નાખી ને વાટી લો.

ટિપ્સ
આ ઢોકળા ને બન્ને ચટણી સાથે સર્વ કરી શકો છો. ઢોકળા ની ઉપર લાલ મરચું પાવડર ની બદલે લસણ ની ચટણી નાખી શકો છો. 🍘🍱🍛🍲🥗🍪🍜🍝🍕

Comments

Popular posts from this blog

Chakravyuha

Kaddu ki sabzi

Importance of Rahu in astrology