Palak paneer
રસોઈ ની રંગત.
પાલક પનીર
સામગ્રી
150 ગ્રામ પાલક
50 ગ્રામ પનીર
1 નંગ ટામેટા
1 નંગ ડુંગળી
3 નંગ નાના લીલા મરચાં
1 ચમચી આદું લસણની પેસ્ટ
1 ચમચી જીરૂ
1 ચમચી લાલ મરચું
1/2 ચમચી હળદર
1 ચમચી ધાણાજીરું
મીઠું સ્વાદ મુજબ
પાણી જરૂર મુજબ (1 લિટર પાલક બાફવા)
1/2 ચમચી સાદો ઈનો
2 ચમચી ખાંડ
1 ચમચી તેલ
1 ચમચી બટર
1/2 ચમચી ક્રિમ કે ધર ની મલાઇ
થોડી કસ્તુરી મેથી
બરફ નું પાણી
બનાવાની રીત
પાણી માં ઈનો અને ખાંડ નાંખી એક ઉભરો આવે પછી તેમાં પાલક નાખી 2 મિનિટ પછી તરત બરફના પાણી માં 1 કલાક સુધી પલાડી ને રાખો. કડાઇમાં તેલ નાખી 1/2 ચમચી જીરું ડુંગળી અને લીલું મરચું નાખી સાંતળો લો પછી ટામેટાં નાખી ને સોફ્ટ થાય પછી મિશ્રણ ને ઠંડુ થાય પછી મિક્ષ માં પીસી લો. પાલક ને કલાક બાદ તેને પણ પીસી લો. કડાઈમાં તેલ માં 1/2 જીરૂ નાખી આદું લસણની પેસ્ટ નાખી સાંતળો પછી તેમાં સુકા મસાલા નાખી ટામેટા ની પેસ્ટ નાખો 2-3 મિનિટ સુધી થવા દો પછી પાલક ની પેસ્ટ ઉમેરી તેની અંદર પનીર નાખી 3 મિનિટ પછી કસ્તુરી મેથી નાખી તરત ગેસ બંધ કરી લો. પાલક પનીર કીમ અને છીણેલુ પનીર નાખી સવૅ કરો.
પનીર ને ટુકડા કરી તેલ માં તળી લો. ઠંડા પાણીમાં મુકી દો. પછી શાક નાખવા. 🍝🍜🍘🍛🍲🥗🍱🍪🍵
Comments
Post a Comment