Puri

રસોઈ ની રંગત.

ઈન્સ્ટન્ટ પાણી પુરી ના પાણી અને ચટણી ના પાવડર

સામગ્રી
1 બાઉલ પાવડર ખાંડ ( સ્વાદ મુજબ)
2 ચમચી આમચૂર પાવડર
1 ચમચી કાશ્મીરી લાલ મરચું
1/2 ચમચી સંચળ પાવડર
1 /2 શેકેલા જીરા પાવડર
1 /4 ચમચી મીઠું (સ્વાદ મુજબ)
1 ચમચી કૉનફાલાર પાવડર
2 કપ પાણી
રીત
આ બધી સામગ્રીને એક મોટા વાસણ માં નાખી દો અને બરાબર હલાવી લો. આ પાવડર ને ડબ્બા માં ભરી લો. જ્યારે ગળી ચટણી બનાવી હોય ત્યારે પાવડર માં 2 કપ પાણી નાખી ને ધટ થાય ત્યાં સુધી ગેસ પર ઉકાળી લો. ગળી ચટણી તૈયાર છે.

સામગ્રી
1 /4 કપ ફુદીના પાવડર
1/4 કપ કોથમીર પાવડર
1/4 ચમચી લીલાં મરચાં પાવડર
1/2 ચમચી શેકેલા જીરા પાવડર
1/2 ચમચી સંચળ પાવડર
1/2 ચમચી મીઠું (સ્વાદ મુજબ)
1 ચમચી વાટેલા લીબું ના ફૂલ
2 કપ પાણી
રીત
આ બધી સામગ્રીને એક મોટા વાસણ માં નાખી દો અને બરાબર હલાવી લો. આ પાવડર ને ડબ્બા માં ભરી લો. તીખું પાણી બનાવું હોય ત્યારે 3 ચમચી પાવડર લઈ તેમાં બરફ ના ટુકડા 2 કપ પાણી નાખી મિક્સ કરી લો. તીખું પાણી તૈયાર છે.

ટિપ્સ
આ પાવડર ને તમે બનાવેલ હશે તો જ્યારે પાણી પૂરી ખાવા નું મન થાય ત્યારે ઈન્સ્ટન્ટ ગળી ચટણી અને તીખું પાણી બનાવી ને પુરી ખાવા ની મજા લો.

આ ડ્રાય મસાલા કેવી રીતે બનાવી શકાય તેની રીત આગળ ની રેસિપી માં બતાવી છે. જો તમને માઈક્રોવે માં બનાવી હોય તો કોથમીર, ફુદીનો, લીલાં મરચાં ને 1 મિનિટ ના અંતર થી શેકી લો. અને ડ્રાય થાય પછી મિક્ષ માં વાટી ચાળી લો. 🍱🥘🍛🍲🥗🍶🍜🍵🍘🍯🍸🍝

Comments

Popular posts from this blog

Chakravyuha

Kaddu ki sabzi

महासती अनुसूया माता story