Tutti fruti
રસોઈ ની રંગત.
આજે હું ટૂટી ફૂટી ધરે કેવી રીતે બનાવી શકાય તેની રેસિપી લઈને આવી છું. ટૂટી ફૂટી ધરે બનાવી સરળ છે. આપડે ઉનાળામાં તરબુંચ ખાતા હોય છે પણ આપણે તેની છાલ ને ઉપયોગ નથી કરતાં તો આજે તરબુંચ ના વધેલા સફેદ ભાગમાં થી ટૂટી ફૂટી બનાવીયે. આ ટૂટી ફૂટી ને ધણા બધા માં ઉપયોગી થાય છે. જેમ કે કેક, આઈસ્ક્રીમ, બિસ્કિટ, બ્રેડ માં ઉપયોગ કરવામાં આવે છે.
ટૂટીફૂટી
સામગ્રી
તરબુંચ નો સફેદ ભાગ
1 બાઉલ ખાંડ
11/2 બાઉલ પાણી
1 ચમચી વેનીલા એસેન્સ
1/2 પીળો કલર
1/2 લાલ કલર
1/2 ઓરેન્જ કલર
બનાવાની રીત
તરબુંચ નો લાલા ભાગ નીકળી ને તેના નીચેના સફેદ ભાગ ને છાલ નીકાળી ને નાના નાના ટુકડા કરી લો. 1 બાઉલ પાણી માં ટુકડા ને 5 મિનિટ સુધી થવા દો અથવા જ્યાં સુધી પારદર્શક થાય ત્યાં સુધી બાફવા દો. બફાયા બાદ તેમાં થી વધારા નું પાણી નીકાળી દો. બીજી બાજુ ખાડં માં 11/2 બાઉલ પાણી નાખી એક ઉભરો આવે પછી તેમાં તરબુંચ ના ટુકડા ને નાખી ને જ્યાં સુધી ખાંડ માં ચીકાસ પકડાય ત્યારે ગેસ બંધ કરી દો. હવે ચાસણી સાથે અલગ અલગ બાઉલ માં નીકળ ને તેમાં કલર અને વેનીલા એસેન્સ સાથે મિક્સ કરી લો. આ ટુકડા ને 24 કલાક સુધી પલાડી ને રાખો પછી ચારણી માં નીકળી ને પંખા ની નીચે 1 દિવસ સુધી રહેવા અથવા ચીકાસ ઓછી થાય પછી સવૅ કરો.
ટિપ્સ
ખાંડ ની તાર ની ચાસણી નથી બનાવાની ફકત ચીકાસ કરવા ની છે. આજ રીતે કાચા પૈપયા નું બનાવી શકાય છે. 🍱🍲🍝🍘🍜🥗🥘🍛🍦🍧🍸🍢🍹🍭
Comments
Post a Comment