Dal dhokli
ગુજરાતી દાળ ઢોકળી
સામગ્રી
ઢોકળી બનાવા માટે
1 બાઉલ તુવેરની દાળ
1 રાઈ
1 ચમચી જીરૂ
1 ચમચી ટામેટા સમારેલા
1 ચમચી લાલ મરચું પાવડર
1/2 ચમચી હળદર
1 ચમચી ધાણાજીરૂ પાવડર
મીઠું સ્વાદ મુજબ
1 ચમચી મેથીયો મસાલો
1 નંગ લીબું
ટુકડો ગોળ
લીમડો
થોડા સીંગ દાણા
થોડી કોથમીર
1 ચમચી તેલ
લોટ બાંધવા માટે
1 બાઉલ ધઉં નો લોટ
1 ચમચી લાલ મરચું પાવડર
1/2 ચમચી હળદર
મીઠું સ્વાદ
2 ચમચી તેલ મોણ માટે
પાણી જરૂર મુજબ
બનાવાની રીત
ધઉં ના લોટ માં મરચું, હળદર, મીઠું અને તેલ નાખી ને લોટ બાંધી ને 10 મિનિટ સુધી રહેવા દો. કડાઇમાં તેલ લઈ તેમાં રાઈ અને જીરૂ નો વધાર કરો. તેમાં સીંગ દાણા, ટામેટા નાખી ને સાતળી લીમડો વધેલી તુવેરની દાળ નાખી ને તેમાં મીઠું, ગોળ, મરચું, ધાણાજીરૂ, હળદર, મેથીયો મસાલો નાખી ને તેને ઉકાળો. હવે લોટ માંથી લુઆ કરી ને મોટા રોટલી વણી ને કાપી ને દાળ ની અંદર ઉમેરી તેને ઉકાળી લો. ઢોકળી થઈ જાય એટલે તેની ઉપર કોથમીર નાખી ને ગરમ સવૅ કરો.
મેથીયો મસાલો નાખવા થી ઢોકળી નો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. તેને મસાલા થેપલા કે ભાત સાથે ખાઈ શકો છો.
Comments
Post a Comment