Dabeli
મિત્રો... જય શ્રી કૃષ્ણ..
રવિવાર ની સાંજ આપણે એક ખુબજ લોકપ્રિય અને ચટાકેદાર વાનગી..." કચ્છી દાબેલી ".. તથા.." કચ્છી દાબેલી મિશળ ".... બનાવી ને તથા પરિવાર અને મિત્રો સાથે ખાઈ ને ENJOY કરીએ તો કેવી મજા આવી જાય....
આ દાબેલી ૨ રીતે બનાવી શકાય.. એક બહારથી તૈયાર કચ્છી દાબેલી નો મસાલો નાખીને..બીજુ આ મસાલો ઘરમાં તૈયાર કરી ને વાપરી શકાય..ઘરે બનાવેલો મસાલો વાપરવા થી વધારે સારો સ્વાદ આવે છે.
કચ્છી દાબેલી નું પુરણ બનાવવાની રીત અને સામગ્રી.:( લગભગ ૫૦ નંગ દાબેલી બનાવવા માટે)
૫૦૦ ગ્રામ બટાકા.. બાફીને છૂન્દો કરેલા.
૨ મોટા ચમચા અથવા ઘરમાં જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે તેલ.
ખજૂર આમલીની ચટણી
૫૦ ગ્રામ દાબેલી મસાલો
સજાવટ માટે..:
દાડમ ના દાણા
તળેલી મસાલા વાળી શિંગ ના ફાડા
લીલી દ્રાક્ષ અને કોથમીર.
સૌપ્રથમ એક કડાઈમાં જરૂર પ્રમાણે તેલ ગરમ કરો ખજૂર આમલીની ચટણી નાખો.. બટાકા નો છુન્દો નાખો..ઘરે તૈયાર કરેલો મસાલો અથવા બજારમાં થી તૈયાર લાવેલો મસાલો નાખીને.. ધીમા તાપે મિશ્રણ ઘટ્ટ થાય સુધી હલાવતા રહો.. મિશ્રણ ઘટ્ટ થઈ જાય એટલે.. એક થાળીમાં પાથરી દો.. મિશ્રણ થોડુ ઠંડુ થાય પછી એના પર સજાવટ ની બધી વસ્તુઓ એક પછી એક નાખી સજાવટ કરો... તૈયાર છે.." કચ્છી દાબેલી "... હવે દાબેલી ના પાવ મા ખજૂર આમલીની ચટણી.. લસણ ની ચટણી શેકી ને તળેલી મસાલા શીંગ ના ફાડા.. બારીક સમારેલા કાંદા અને દાબેલી નું પુરણ ભરી.. ગેસ પર તવી પર બટર લગાવી વારાફરતી બંને સાઇડ શેકી લો.. તો તૈયાર છે મસાલેદાર " કચ્છી દાબેલી "
વિષેષ ટીપ..: આ દાબેલી ને વધારે ટેસ્ટફૂલ બનાવવા માટે ગળ્યા અથાણાં નો રસો પણ ઉમેરવો...
તો ચલો દોસ્તો... પરિવાર અને મિત્રો સાથે રવિવાર ની સાંજ ની મોજ માણી એ...
કચ્છી દાબેલી મિશળ બનાવવા માટે આ પૂરણ ને એક બાઉલમાં લઈને તેમાં થોડી વધારે પ્રમાણમાં ખજૂર આમલીની ચટણી લસણ ની ચટણી તથા થોડોક ગળ્યા અથાણાં નો રસો નાખી..૨ નંગ જીરા બટર નો હાથેથી દબાવી ભુક્કો કરી ને નાખો..દાબેલી મિશળ તૈયાર.
Comments
Post a Comment