Dry fruit chikki

ડ્રાય ફ્રુટ ચીકી

સામગ્રી  

-1 કપ ખાંડ
-1/4 કપ કાજુનો અધકચરો ભૂકો
-1/4 કપ અખરોટનો અધકચરો ભૂકો
-1/4 કપ બદામનો અધકચરો ભૂકો
-1/4 કપ પીસ્તાનો અધકચરો ભૂકો
-1/4 ટીસ્પૂન કેસરના રેસા  

રીત  

સૌપ્રથમ કાજુ, બદામ, અખરોટ અને પીસ્તાને ઘી કે બટર મૂકી શેકી લેવા. અને પછી તેનો અધકચરો ભૂકો કરી સાઈડ પર રાખવો. હવે એક નોન સ્ટીક કઢાઈમાં ખાંડ લઇ ગરમ કરી તેનો પાયો કરો. પાયો થઇ જાય એટલે તેમાં કાજુ, બદામ, પીસ્તા, અખરોટ અને કેસર નાખી તરત જ ગેસ બંધ કરી હલાવી લો. હવે તેને ગ્રીસ કરેલી થાળી કે આડણી પર મૂકી લુવો કરી વેલણથી વણી લો. થોડું ઠંડુ થાય એટલે તવેથાથી ઉખાડી કટરથી કટ કરી લો.

Comments

Popular posts from this blog

Chakravyuha

Kaddu ki sabzi

Importance of Rahu in astrology