Khasta kachori
GROUP : Rasoi ni Rangat - રસોઈ ની રંગત.
🥔 આલું ખસ્તા કચોરી
સામગ્રી
લોટ માટે
1 - કપ મેદોં
2 - ચમચી તેલ
મીઠું સ્વાદ મુજબ
પાણી જરૂર મુજબ
સ્ટફિંગ માટે
2 - નંગ મોટા બટાકા
1 - ચમચી વરિયાળી
1 - ચમચી જીરું
1 - ચમચી લાલ મરચું પાવડર
1 - ચમચી ધાણાજીરૂ પાવડર
1/2 - હળદર
1/2 - ચમચી આમચૂર પાવડર અથવા લીબું નો રસ
1 - ચમચી આદું લીલાં મરચાં ની પેસ્ટ
1 - ચમચી તેલ
કોથમીર
લીમડો
ચપટી - હીંગ
મીઠું સ્વાદ મુજબ
બનાવાની રીત
મેદા ના લોટ માં મીઠું અને નાખી ને બરાબર મસળી લો. અને પાણી નાખી ને પુરીના લોટ થી થોડો સોફ્ટ લોટ બાંધી લો. આ લોટ ને 15 મિનિટ સુધી રહેવા દો. કડાઇમાં તેલ લઈ ને તેમાં જીરૂ, વરિયાળી અને હીંગ નાખો પછી તેમાં આદું લીલાં મરચાં ની પેસ્ટ, લીમડો નાખી ને સાતળી લો. તેમાં બટાકા નો માવો નાખી ને લાલ મરચું, હળદર, ધાણાજીરૂ, મીઠું, આમચૂર પાવડર નાખી ને હલાવી ને તેમાં કોથમીર નાખો અને ગેસ બંઘ કરી દો. આ મિશ્રણ ને ઠંડુ થવા દો. હવે લોટ ના મોટા લુવા કરી ને તેને થોડું વણી ને તેમાં બટાકા નો માવો ભરી ને તેને પુરીને બંધ કરી ને હળવા હાથે થી ફરીથી પુરી જેટલું વણી લો. હવે ગરમ તેલ માં પુરી ને ધીમા તાપે કિસ્પી તળી લો. ગુલાબી રંગ થાય પછી બહાર કાઢી લો. આ આલુ કચોરી ને ગરમ ગરમ મીઠી ચટણી સાથે સર્વ કરો. 🥞🥘🍲🥗🍱🍘🍙🍪🍪🍮🍩👌👌👌👌👌👌
Comments
Post a Comment