Samosa
સમોસા બનાવવા ની સૌથી સરળ રીત:
સૌ પ્રથમ ૪-૫ બટાકા બાફીને ચોળી લો. વટાણા ને અલગ થી પાણી ઉકાળી ને બાફી લો. હવે માવો બનાવવા માટે સૌ પ્રથમ એક તપેલી માં બટાકાનો માવો અને વટાણા લો. તેમાં ટેસ્ટ પ્રમાણે લાલ મરચું, વરિયાળી અને ધાણા નો ભૂકો, હળદર, ધાણાજીરું, ૧ લીંબુ નો રસ, ચાટ મસાલો,ગરમ મસાલો મીઠું, ખાંડ(ઓપ્શનલ) નાખી ને બરાબર મિક્સ કરી લો.
સમોસાના પડ માટે: કથરોટ માં ૧ વાટકી મેંદાનો લોટ અને ૧ મુઠી સોજી લો. ત્યાર બાદ તેમાં ૨ ટી સ્પૂન દળેલી ખાંડ, જરૂર પ્રમાણે મીઠું તથા ૧ ટી સ્પૂન શેકેલા જીરાનો પાવડર અને ચપટી સાજી ના ફૂલ ઉમેરો, ૪-૫ ટેબલે સ્પૂન ઘી ઉમેરી ને પાણી થી લોટ બાંધી લો.
હવે સમોસાને વળી ને ભરી ને તળી લો.
લીલી ચટણી બનાવ વા માટે જાર માં કોથમીર ૧૦૦ ગ્રામ, ૧૦-૧૨ મીઠા લીમડાના પત્તા, લીલા માર્ચ, મીઠું જરૂર પ્રમાણે, અડધું લીંબુ, ૨ ચમચી તલ અને પાણી નાખી ને ક્રશ કરી લો. ચટણી તૈયાર.
હવે તેને આમલી ની મીઠી ચટણી અને લીલી ચટણી સાથે સર્વ કરો.
Comments
Post a Comment