મીઠો લીમડો નું તાજું મુખવાસ

મીઠો લીમડો નું તાજું મુખવાસ

સામગ્રી
૧ કપ મીઠો લીમડો ના પાન બારીક સમારેલા
૪ ટેબલ સ્પૂન ગુલકંદ
૨ ટેબલ સ્પૂન તાજું નારીયેળ ખમણેલું
૧ ટેબલ સ્પૂન ઘાણા દાળ
૧ ટેબલ સ્પૂન વરિયાળી
૧ ટેબલ સ્પૂન ગ્રીન મુખવાસ
ચપટી મીઠું.

રીત:
મીઠો લીમડો ના પાન ને ચૂંટી અને પાણીમાં ધોઈ, નેપકિન પર કોરા કરવા... અને બારીક સમારેલી  લો.
એક બોલ મા સમારેલા પાન, ગુલકંદ, નારીયેળ નું ખમણ, ઘાણા દાળ, વરિયાળી અને ગ્રીન મુખવાસ , મીઠું નાખી બરાબર મિક્સ કરો.
એક નાની બરણીમાં ભરીને ફીજ માં ઠંડુ થવા મૂકી દો.
૨-૩ કલાક પછી એનો સ્વાદ માણો.

ટીપ:
આવી  રીતે નાગરવેલનાં પાન નો મુખવાસ પણ બનાવી શકાય.

Comments

Popular posts from this blog

A BAMBOO

Chakravyuha

shivling