Dal dhokli
દાળ ઢોકળી
દાળ બનાવવા માટે સામગ્રી:(૨ જણ માટે)
૧/૨ કપ તુવેર દાળ
૨ ટેબલ સ્પૂન ધી
૧/૮ ટી સ્પૂન મેથી
૧/૪ ટી સ્પૂન રાઈ જીરું
૧/૪ ટી સ્પૂન હળદર
૨ તજ
૩ -૪ લવિંગ
૨-૩ લીલા મરચા ના ટુકડા
૧" આદુ ના ઝીણા સમારેલા ટુકડા
મીઠા લીમડાના પાન
ચપટી હિંગ
૧/૨ ટી સ્પૂન લાલ મરચું પાવડર
૧/૨ ટી સ્પૂન ધાણાજીરુ
૨ ટેબલ સ્પૂન ગોળ
૨-૩ કોકમ અથવા ૧/૨ લીંબુ નો રસ
મીઠું સ્વાદાનુસાર
ઢોકળી માટે સામગ્રી:
૩/૪ કપ ઘઉંનો લોટ
૨ ટી સ્પૂન તેલ
૧/૪ ટી સ્પૂન હળદર
૧/૨ ટી સ્પૂન લાલ મરચું પાવડર
મીઠું સ્વાદાનુસાર
પીરસતી વખતે સામગ્રી:
૧ નાનું ટમેટું ના ટુકડા
૧ નાનું કાંદા ના ટુકડા
૨-૩ ટી સ્પૂન ધી
બેસન સેવ
ઝીણી સમારેલી કોથમીર
દાળ બનાવવા રીતઃ
તુવેર દાળ પાણીમાં ધોઈ અને ૧ ગ્લાસ પાણી નાખી ૧/૨ કલાક સુધી પલાળી રાખો અને કુકરમાં બાફી લો.. બાફેલી દાળ માં ૧/૨ ગ્લાસ પાણી નાખી ને બોસ હેન્ડ મિકસર થી વલોવી લો.
એક મોટી કઢાઈમાં ઘી ગરમ કરી તેમાં તજ ,લવિંગ, મેથી, રાઈ જીરું હિંગ, લીલા મરચા ના ટુકડા, આદુ, મીઠા લીમડાના પાન, હળદર અને હિંગ નાખી વઘાર કરી તેમાં વલોવી દાળ નાખી, લાલ મરચું પાવડર , ધાણાજીરુ મીઠું, ગોળ અને કોકમ અથવા લીંબુ નો રસ નાખી ૫ મીનીટ સુધી ઉકાળો.
ઢોકળી બનાવવા માટે:
ઢોકળી માટે બધી વસ્તુઓ ભેગી કરી તેમાં પાણી નાખીને કણક બાંધો.
તૈયાર કણક માં થી ૬ લુઆ બનાવી ..૪ લુઆ માં થી ૭-૮" ની મોટી રોટલી વણો અને તવા પર કાચી- પાકી શેકી લો... ઠંડી પડે એટલે ચોરસ ટુકડા કરીને એક બાજુ મુકાવી.
તૈયાર દાળ માં ઢોકળી ના થોડાં થોડાં ટુકડા નાખી ને ધીરે થી હલાવી..૨-૩ મિનિટ રાંધવું.( અગર દાળ ને પતલી કરવું પડે તો થોડું પાણી નાખો )
વઘારેલા ઢોકળીના ૨ લુઆ.. એક કરી ..તેમાં થી ૬-૮ પુરી વણીને ગરમ તેલમાં તળી લો.
એક ડીશ માં દાળ ઢોકળી નાખી ,૧ ટી સ્પૂન ધી નાખી ,ટમેટા અને કાંદા ના ટુકડા નાખી, સેવ અને સમારેલી કોથમીર છાંટી અને ગરમાગરમ મસાલા પૂરી સાથે પીરસો.. અને એનું સ્વાદ માણો.
ટીપ:
જ્યારે તમે દાળ ઢોકળી ખાવું હોય ત્યારે જ ઢોકળી દાળ માં નાખવી.
Comments
Post a Comment