કાંટલું pak
શિયાળાનો શક્તિનો સ્તોત્ર એટલે આપણુ દેશી વસાણુ "કાંટલું".
સામગ્રી:
1. 500 ગ્રામ ઘઉંનો લોટ (જીણો અથવા જાડો )
2. 750 ગ્રામ ઘી
3.દોઢ કિલો ગોળ
4.સૂંઠ પાવડર (અડધો કપ), પીપરીમૂળના ગંઠોડાનો પાવડર (અડધો કપ ) , ઘી મા તળેલો દેશી ગુંદર (અડધો કપ )
5. 250 ગ્રામ કાટલા પાવડર (તૈયાર મળે છે )
6. 250 ગ્રામ કોપરાનું ખમણ
7. 50 ગ્રામ વરિયાળી
8. 300 ગ્રામ મેથી પાવડર
9
9. ખસખસ,બદામ ગાનિઁશ માટે
રીત :
સૌ પ્રથમ કઢાઈ માં 500 ગ્રામ ઘી મૂકી ગેસ ઓન કરો, ઘી ગરમ થાય એટલે તેમાં ગુંદર તળી લો અને ડિસ માં કાઢી લો.તે જ ઘી માં લોટ બદામી કલરનો શેકો, બીજી કઢાઈમાં 250 ગ્રામ ઘી લઈ તેમાં ગોળ નાખી ગોળ ઓગળે ત્યાં સુધી જ ગરમ કરવું (ઘી-ગોળની પાઈ કરવી). ગરમ થઈ જાય ત્યાર બાદ બધી સામગ્રી મિક્સ કરવી. બધુ સરખુ મિક્સ કરી ગેસ બંધ કરી દેવો. ત્યાર બાદ એક થાળીને ઘીથી ગ્રીસ કરીને એમાં પાથરી દેવું. તેના પર ખસખસ અને બદામની કતરણથી ગાનિઁશ કરવું
Comments
Post a Comment