વણેલા ગાંઠીયા 

#norecipesunday

સન્ડે સ્પેશીયલ નાસ્તો હોમમેડ વણેલા ગાંઠીયા,સંભારો અને મરચાં 😋😊

વણેલા ગાંઠીયા
500g ચણાનો લોટ
1/2કપ નાનો તેલ
1ટી સ્પૂન ટાટા ના સોડા
1ટી સ્પૂન નીમક
1ટી સ્પૂન હીંગ
1ટી સ્પૂન અજમા
2ટેબલ સ્પૂન મરી નો ભૂકો આખો પાંખો
તળવા માટે તેલ
રીત
પહેલાં ચણા નો લોટ લઇને તેમાંથી એક વાટકી જેટલો લોટ જુદો કાઢી લેવા નો.પછી બાકી ના લોટ મા હીંગ અને અજમો અને તેલ નાખી સરખાઇ થી મીક્સ કરી લો. હવે એક કપ જેટલું પાણી લઇને તેમાં નીમક અને સોડા ઓગળી ને તે પાણી થીં લોટ બાંધવો કઠણ પછી થોડું થોડું પાણી એડ કરતા જવું અને કોરો લોટ નાખી ને મસળવો લોટ ને.સોડા વાળું પાણી પુરું થઇ જાય એટલે સાદું પાણી લઇને લોટ ને એકદમ સફેદ થાય ત્યા સુધી મસળવો.
પછી તેલ ગરમ કરવા મુકી દો. હવે એક લાકડાનો પાટલો લઇને થોડો થોડો લોટ લઇને તેમાં મરી નું ભુક્કો મીક્સ કરતો જવાનો અને હાથ થી ગાંઠીયા વણવાના. પછી સાવ ધીમા તાપે ગાંઠીયા ને તળવા ના ગાંઠીયા બરાબર ફુલી જાય પછી સ્ટવ થોડો ફુલ કરવાનો.ગાંઠીયા બરાબર તળાય જાય એટલે કાઢી ને ગરમાગરમ સવઁ કરો. આવી રીતે બધાં ગાંઠીયા બનાવી લો.
ગાંઠીયા સાથે સંભારો,તળેલા મરચાં,ચટણી,કાચું સલાડ અને દહીં સરસ લાગે છે.

Comments

Popular posts from this blog

Chakravyuha

Kaddu ki sabzi

महासती अनुसूया माता story