Bajra wada
🌄શિયાળને લગતી વધુ એક વાનગી, શિયાળામાં બાજરો વધુ ખાવાનું મન થાય, મને તો ફળફળતા રોટલા માં ખુબ ઘી નાખી ને બહુ જ ભાવે, પણ આજે એક બીજી વાનગી...♥️
#બાજરાના_વડા....
🌹સામગ્રી...
1½ કપ બાજરાનો લોટ,
2 ટેબલ સ્પૂન ચોખા નો લોટ,
2 ટેબલ સ્પૂન ઘઉં નો કરકરો લોટ,
1 કપ મેથીના સમારેલાં પાન,
થોડીક કોથમરી ના પાન,
1 ટી સ્પૂન આદુ મરચાની પેસ્ટ,
¾ ટી સ્પૂન લસણની પેસ્ટ,
હળદર, નમક, ચપટી હીંગ,
2 ટી સ્પૂન દહીં,
2 ટી સ્પૂન તેલ,
2 ટી સ્પૂન તલ.
🌹પધ્ધતિ...
એક વાસણમાં બધી વસ્તુ લઈ બરાબર મિકસ કરો, પાણી ની મદદ થી સહેજ નરમ કણક બાંધી લો, નાના નાના લુવા કરી પેંડા ની જેમ દબાવી લો,
ગરમ તેલ માં મધ્યમ આંચ પર તળી લો, ટોમેટો કેચઅપ સાથે પીરસો...😊🌹
Comments
Post a Comment