વટાણા_બ્રેડ_સ્ટફ_પકોડા

♥️શિયાળામાં શાકભાજી વાળી વાનગી બનાવવાની જ મજા આવે, લીલાંછમ અને તાજા શાક આવે, જોઈને મન લલચાય, આજે એક એવી જ વાનગી...♠️

♣️ મારો વિચાર:~તમને જે વર્તન ન ગમતું હોય એ બીજા સાથે પણ ન કરવું...😊

#વટાણા_બ્રેડ_સ્ટફ_પકોડા....
🌹સામગ્રી...
🌸સ્ટફિંગ માટે..
1½ કપ વટાણા,
3 લીલા મરચા,
½ ઇંચ આદુ ટુકડો,
7 કળી લસણ,
½ ટી સ્પૂન ગરમ મસાલો,
1 ટી સ્પૂન તલ,
1 ટેબલ સ્પૂન કોપરા ખમણ,
½ કપ શેકેલા સીંગદાણા,
હળદર, નમક, ધાણાજીરું,
1 ટેબલ સ્પૂન ખાંડ,
1 ટેબલ સ્પૂન આમચૂર,
2 ટેબલ સ્પૂન તેલ,
જીરુ અને હિંગ.
🌸ખીરા માટે..
1½ કપ બેસન,
હળદર, મીઠું, લાલ મરચું, ધાણાજીરું,
ચપટી અજમા,
ચપટી સોડા.
તળવા માટે તેલ,
1 પેકેટ બ્રેડ.
🌹 પદ્ધતિ...
વટાણા, શીંગદાણા, મરચા, આદુ અને લસણ મિક્સી માં દળી લો,
એક વાસણમાં 2 ટેબલ સ્પૂન તેલ ગરમ કરી તેમાં જીરું અને હિંગ નાખી વટાણા વાળું મિશ્રણ અને બાકીના બધા મસાલા નાખી સાંતળો,
ઢાંકી ને 7_8 મિનિટ ચડવા દો, વચ્ચે હલાવતા રહો. પુરણ તૈયાર છે,
એક વાસણમાં બેસન, લાલ મરચું, અજમા, હળદર અને મીઠું નાખી પાણી થી ખીરું તૈયાર કરો,
બ્રેડ ને વણી લો, નાની વાટકી થી ગોળ શેઇપ આપી ને કાપી લો,
બે સ્લાઈસ ની વચ્ચે પુરણ ભરી ને ખીરા માં ડબોલી ને ગરમ તેલ માં મધ્યમ આંચ પર સોનેરી રંગના તળી લો.
🌸કોઈ પણ શેપ માં પકોડા બનાવી શકાય...😊🌹

Comments

Popular posts from this blog

Chakravyuha

Kaddu ki sabzi

महासती अनुसूया माता story