Kulfi
Kulfi
સામગ્રી:
૧.૫ લીટર દૂધ
પોણો કપ જેટલી ખાંડ
બદામ
પિસ્તા
કાજુ
ઇલાયચી પાવડર
રીત:
કુલફી બનાવવા માટે તમારે પહેલા તો એક મોટા બાઉલમાં ફૂલ ક્રિમ દૂધ લેવાનું છે. હવે સાથે સાથે તમારે કાજુ-બદામ અને પિસ્તાની કતરણ કરી લેવાની છે. ત્યાર પછી એક મોટી કઢાઇમાં દૂધ લઈ ઉકળવા મૂકો. હવે ગરમ કરવા મુકેલ દૂધમાં ઉભરો આવી જાય એટલે ગેસની ફ્લેમ સ્લો કરી દેવી અને દૂધને વચ્ચે-વચ્ચે હલાવતા રહેવું.
હવે જ્યારે દૂધ જાડું થવા લાગે ત્યાં સુધી હલાવવા નું ચાલુ રખવાનું છે. આ કડાઈ માં જે સાઉડમાં મલાઇ ચોંટે તેને પણ ઉખાડી-ઉખાડીને દૂધમાં મિક્સ કરવાની છે. દૂધ નીચે પણ ન ચોટવું જોઈએ. દૂધ અડધા કરતાં પણ ઓછું રહે એટલે અંદર ખાંડ ઉમેરો. દૂધ ઉકળી-ઉકળીને પા ભાગનું થઈ જાય એટલે ગેસ બંધ કરી અંદર ઈલાયચી અને ડ્રાયફ્રુટ્સની કતરણ નાખો. ત્યારબાદ દૂધ ઠંડુ થવા મૂકી દો. ત્યારબાદ દૂધને કુલ્ફીના મોલ્ડ, કાચના નાના ગ્લાસ કે કુલડીમાં ભરો. ઉપર ડ્રાયફ્રુટ્સની થોડી કતરણ ભભરાવી એલ્યુમિનિયમ ફોઇલથી કવર કરી દો. ત્યારબાદ વચ્ચે-વચ્ચે નાનો-નાનો કટ કરી કુલ્ફી સ્ટીક લગાવી દો.
હવે આને ફ્રિજરમાં ૭-૮ કલાક માટે જામવા માટે મૂકી દેશું. હવે ૭-૮ કલાક બાદ ફિજરમાંથી કુલ્ફી કાઢો અને ઉપરથી ફોઇલ દૂધ કરો. ત્યારબાદ એક બાઉલમાં થોડું પાણી લઈ કુલ્ફી સ્ટેન્ડ અંદર થોડુ ડીપ કરો જેથી કુલ્ફી સરળતાથી નીકળે. તૈયાર છે ડ્રાયફ્રુટ મિલ્ક કુલ્ફી. કુલડી વાળી કુલ્ફીની મજા તમે ચમચીથી લઈ શકો છો. બાળકોથી લઈને મોટાં બધાંને બહુ ભાવશે અને રહેશે પણ હેલ્ધી. ડ્રાયફ્રુટ્સ અને ઈલાયચી પાવડર ઓપ્શનલ છે. કુલ્ફીની મુખ્ય સામગ્રી દૂધ અને ખાંડ છે. ડ્રાયફ્રુટ્સ વગર પણ કુલ્ફી આટલી જ ટેસ્ટી લાગશે.
Comments
Post a Comment