રુદ્રાભિષેક કરવાથી થી શુ લાભ થાય?*
*રુદ્રાભિષેક કરવાથી થી શુ લાભ થાય?*
શિવમહાપુરણ ને આધાર ગણી
શિવ મહાપુરાણ અનુસાર ક્યાં દ્રવ્યથી અભિષેક કરવાથી કરવાથી કયા ફળની પ્રાપ્તિ થાય અથવા આપ જે ઉદ્દેશ્યની પૂર્તિ માટે રુદ્રાભિષેક કરી રહ્યા છો એનાં માટે ક્યાં દ્રવ્યનો ઉપયોગ કરવો જોઈએનો ઉલ્લેખ શિવ પુરાણમાં કરવામાં આવ્યો છે એનું સવિસ્તાર વર્ણન પ્રસ્તુત કરી રહ્યો છુ.આશા છે આપને એ મુજબ રુદ્રાભિષેક કરાવવાથી પૂર્ણ લાભ પ્રાપ્ત થશે.
श्लोक
*जलेन वृष्टिमाप्नोति व्याधिशांत्यै कुशोदकै*
*दध्ना च पशुकामाय श्रिया इक्षुरसेन वै*।
*मध्वाज्येन धनार्थी स्यान्मुमुक्षुस्तीर्थवारिणा*।
*पुत्रार्थी पुत्रमाप्नोति पयसा चाभिषेचनात*।।
*बन्ध्या वा काकबंध्या वा मृतवत्सा यांगना*।
*जवरप्रकोपशांत्यर्थम् जलधारा शिवप्रिया*।।
*घृतधारा शिवे कार्या यावन्मन्त्रसहस्त्रकम्*।
*तदा वंशस्यविस्तारो जायते नात्र संशयः*।
*प्रमेह रोग शांत्यर्थम् प्राप्नुयात मान्सेप्सितम*।
*केवलं दुग्धधारा च वदा कार्या विशेषतः*।
*शर्करा मिश्रिता तत्र यदा बुद्धिर्जडा भवेत्*।
*श्रेष्ठा बुद्धिर्भवेत्तस्य कृपया शङ्करस्य च!*
*सार्षपेनैव तैलेन शत्रुनाशो भवेदिह!*
*पापक्षयार्थी मधुना निर्व्याधिः सर्पिषा तथा*।।
*जीवनार्थी तू पयसा श्रीकामीक्षुरसेन वै*।
*पुत्रार्थी शर्करायास्तु रसेनार्चेतिछवं तथा*।
*महलिंगाभिषेकेन सुप्रीतः शंकरो मुदा*।
*कुर्याद्विधानं रुद्राणां यजुर्वेद्विनिर्मितम्*।
🔱🕉️ *અર્થાત્* 🕉️🔱
➡️-જલથી રુદ્રાભિષેક કરવાથી વૃષ્ટિ થાય છે.
➡️-કુશા(ડાભ)ના જળથી અભિષેકથી રોગ અને દુઃખથી છુટકારો મળે છે.
➡️-દહીથી અભિષેક કરવાથી પશુ,મકાન અને વાહનની પ્રાપ્તિ થાય છે.
➡️-શેરડીના રસથી અભિષેક કરવાથી લક્ષ્મી પ્રાપ્તિ થાય છે.
➡️-મધ યુક્ત જળથી અભિષેક કરવાથી ધનની વૃદ્ધિ થાય છે.
➡️-તીર્થના જળથી અભિષેક કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે.
➡️-અત્તર યુક્ત જળથી અભિષેક કરવાથી બીમારી નષ્ટ થાય છે.
➡️-દૂધથી અભિષેક કરવાથી પુત્ર પ્રાપ્તિ, પ્રમેહ રોગની શાંતિ તથા મનોકામના પૂર્ણ થાય છે.
➡️-ગંગાજળથી અભિષેક કરવાથી તાવમાં મુક્તિ મળે છે.
➡️-દૂધ,સાકર મિશ્રિત અભિષેક કરવાથી સદ્બુદ્ધીની પ્રાપ્તિ થાય છે.
➡️-ઘી થી અભિષેક કરવાથી વંશ વિસ્તાર વધે છે.
➡️-સરસવના તેલથી અભિષેક કરવાથી રોગ તથા શત્રુઓનો નાશ થાય છે.
➡️-શુદ્ધ મધથી રુદ્રાભિષેક કરવાથી પાપ ક્ષય થાય છે.
આ પ્રકારે શિવના રુદ્રરુપનું પૂજન અને અભિષેક કરવાથી જાણતા અજાણતાં થવાવાળા પાપાચરણથી મુક્ત થવાય છે.અને સાધકમાં શિવત્વ રુપ સત્યં શિવમ્ સુંદરમ્ નો ઉદય થાય છે.એ પછી શિવ કૃપાથી સમૃદ્ધિ, ધન-ધાન્ય,વિદ્યા અને સંતાન સુખની પ્રાપ્તિ થાય છે અને તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.
ૐ શિવોહમ્.....!
🕉️🔱🕉️🔱🕉️🔱🕉️🔱
*પવિત્ર શ્રાવણ માસમા અભિષેક કરો*
*શિવજી ની ફોજ માં*
*સદા રહો મોઝ માં
Comments
Post a Comment