સરગવાના પાન

🍀 અતિ ઉપિયોગી,તંદુરસ્તી માટે ઉત્તમ, સરગવાના પાન નો ઊપિયોગ આપણે રોજિંદી રસોઈ માં કરીએ તો એનો મહત્તમ લાભ મેળવી શકાય છે.આપ સહુ ને આ માહિતી ઉપીયોગી થાય એ આશય થી અહીંયા શેયર કરું છું
 🍀સરગવાના નાં પાન નો ઉપયોગ..
           સરગવા નાં પાન ધોઈને ઘરમાં સુકવીયા(તડકા માં ન સૂકવવા)પછી બરાબર સુકાય જાય એટલે મિક્સરમાં એનો પાવડર કરી નાખવો .આ પાવડર  આપણે દાળ, શાક,(બની ગયા પછી 1 ચમચી જેટલોઉમેરવો) થેપલા,પરાઠા મા  અને ભજીયા,ગોટા કરીયે એમાં મિક્સ કરીને ખાવાથી ઘર નાં બધા સભ્યો ની તંદુરસ્તી જળવાઈ રહે છે અને સ્વાદ માં પણ કઈ ફરક પડતો નથી. સરગવા ની સિંગો નો તો આપણે શાક બનાવવા માં અને અન્ય રીતે ઉપિયોગ કરીએ જ છીએ..
પણ એના પાન પણ ખુબ જ ઉપિયોગી છે.
   🍀 સરગવાના પાનમાં રહેલ ગુણો..
નિયમિત સરગવાના પાનના ચૂર્ણ નું સેવન કરવાથી થતાં ફાયદા..
- સ્નાયુઓ તેમજ સાંધાના દુઃખાવામાં રાહત મળે છે.
- ડાયાબિટીસમાં સુગર નિયંત્રિત કરે છે.
- બ્લડ પ્રેશર તથા કોલેસ્ટેરોલ નિયંત્રિત કરે છે.
- પાચનક્રિયા સુધારી ગેસ, એસિડિટી અને કબજિયાત જેવા પેટનાં રોગોમાં રાહત મળે છે.
- આંખ અને કાનનાં ઈન્ફેક્શનમાં ફાયદો થાય છે.
- માથાનો દુઃખાવો અને અનિંદ્રામાં ફાયદો થાય છે.
- રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
- કેન્સર થવાનાં જોખમને અટકાવે છે.
- વધતી ઉંમરનાં લક્ષણોને છુપાવે છે.
        સરગવા નાં પાન ઉપરાંત ફૂલ, સિંગ, છાલ, બધા નો ઉપિયોગ દવા માં થાય છે.આ સરગવો લગભગ ૩૦૦ જેટલી બીમારી ઓ દૂર કરે છે.
        આ ખુબજ ગુણકારી સરાગવા નો ઊપોયોગ આપણે કરીએ તો ધણા રોગો થી બચી શકાય છે. મારી આ માહિતી તમને બધાને ઉપીયોગિ થશે એવી આશા રાખું છું.

Comments

Popular posts from this blog

Chakravyuha

Kaddu ki sabzi

Importance of Rahu in astrology