ઉમિયા માતાજીના આદિ નામ સતિ"

"ઉમિયા માતાજીના આદિ નામ સતિ"

દક્ષ પ્રજાપતિના યજ્ઞમા સતિમાતાએ પોતાના પતિ મહાદેવને આમંત્રણ ન આપી તેમનુ ભારે અપમાન કર્યુ હોવા છતા તેઓ પિતાના યજ્ઞમા હાજરી આપવા પધાર્યા હતા.જ્યારે તેમનાથી આવા અપમાન સહન ન થવાથી તેમણે યજ્ઞકુડમા ઝંપલાવ્યુ ત્યારે મહાદેવને ખબર પડતા તેઓ સ્વયં પધારી સતિના અર્ધ બળેલ દેહને પોતાના ખભા પર લઈને તાડવ નૃત્ય કરવા લાગ્યા ત્યારે સંપૂર્ણ વિશ્વના પ્રલયથી બચવા માટે ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્રથી સતીના શરીરને ઘણા ટુકડામાં કાપી દીધા. 

તે ટુકડા જે જગ્યાઓ પર પડ્યા તે જગ્યાઓ શક્તિપીઠ કહેવાય છે. સંપૂર્ણ વિશ્વના પ્રલયથી બચવા માટે ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્રથી સતીના શરીરને ઘણા ટુકડામાં કાપી દીધા. તે ટુકડા જે જગ્યાઓ પર પડ્યા તે જગ્યાઓ શક્તિપીઠ કહેવાય છે.
 

 તે ટુકડા જે જગ્યાઓ પર પડ્યા તે જગ્યાઓ શક્તિપીઠ કહેવાય છે.

(૧) હિંગુલ કે હિંગલાજ, કરાચી, પાકિસ્તાનથી લગભગ 125 કી મી ઉત્તર-પૂર્વમાં સ્થિત છે આ દેવીનું બ્રહ્મરંધ્ર (માથાનો ઉપરનો ભાગ) પડ્યો. અહીં દેવી કોટ્ટરી નામથી સ્થાપિત છે.

(૨) શર્કરરે, કરાચી પાકિસ્તાનથી સુક્કર સ્ટેશનથી નજીક મજ્ઞેજુદ છે આમ તો આને નૈનાદેવી મંદિર, બિલાસપુરમાં પણ જણાવવામાં આવે છે. અહીંયા દેવીની આંખ પડી હતી અને આ મહિષ મર્દિની કહેવાય છે. 

(૩) સુગંદ, બાંગ્લાદેશમાં શિકારપુર, બરીસલથી 20 કિમિ દૂર સોંધ નદીને કિનારે પડેલ દેવીની નાસિકા અને તેમનું નામ છે સુનંદા.

(૪) અમરનાથ, પહેલગાંવ, કાશ્મીરની નજીક દેવીનું ગળું પડ્યું હતું અને તે અહીંયા મહામાયાનું રૂપમાં સ્થાપિત છે. 

(૫) જ્વાળાજી, કાંગડા, હિમાચલ પ્રદેશમાં છે જ્યાં દેવીની જીભ પડી હતી તેનું નામ પડ્યું સિંઘીદા કે અંબિકા.
 
(૬) જલંધર, પંજાબમાં છાવણી સ્ટેશનથી નજીક દેવી તળાવમાં તેમનો ડાબો વક્ષ પડ્યો અને તે ત્રિપુરમાલિની નામથી સ્થાપિત થઇ ગઈ.

 (૭) અંબાજી મંદિર, ગુજરાતમાં દેવીનો હ્ર્દય પડ્યો હતો અને તે અંબાજી કહેવાય છે.

(૮) ગુજયેશ્વરી મંદિર, નેપાળમાં પશુપતિનાથ મંદિરની સાથે જ અહીં દેવીના બંને ઘૂંટણ પડેલ જોવા મળે છે. અહીં દેવીનું નામ મહાશિરા છે.

(૯) માનસ, કૈલાશ પર્વત, માનસરોવરમાં તિબ્બતથી નજીક એક પાષાણ શીલા રૂપમાં રહેલ દેવી છે. અહીંયા ડિમ્બો જમણો હાથ પડ્યો હતો અને તે દાક્ષાયની કહેવાય છે.

(૧૦) બિરાજ, ઉત્કલ ઉડ઼ીસામાં દેવીની નાભિ પડી હતી અને તે વિમલા બની.

(૧૧) ગંદકી નદીના કિનારે, પોખરા, નેપાળમાં મુક્તિનાથ મંદિર દેવીનું મસ્તક પડ્યું અને તે ગંદકી ચંડી કહેવાય છે. 

(૧૨) બાહુલ, અજેય નદી તટ, કેતુગ્રામ, કટુઆ, વર્ધમાન જિલ્લામાં પશ્ચિમ બંગાળથી 8 કીમી દૂર બહુલા દેવી જ્યાં દેવીનો ડાબું હાથ પડ્યો અને તે દાક્ષાયની કહેવાય.

(૧૩) ઉજ્જની, ગુસ્કુર સ્ટેશનથી વર્ધમાન જિલ્લા, પશ્ચિમ બંગાળમાં જમણા કાંડા પડી અને મંગળ ચંદ્રિકા દેવીથી સ્થાપિત થઇ.

(૧૪) માતાબાઢી પર્વત શિખર નજીક રાધાકિશોરપૂર ગામ, ઉદરપુર, ત્રિપુરામાં જમણો પગ પડ્યો અને દેવી ત્રિપુર સુંદરી બની.

(૧૫) છત્રાલ, ચંદ્ર્નાથ પર્વત શિખર નજીક સીતાકુંડ સ્ટેશન, ચીટ્ટાગૌન્ગ જિલ્લો, બાંગ્લાદેશમાં પડી જમણી ભુજા અને નામ પડ્યું ભવાની. 

(૧૬) ત્રિસ્ત્રોત, સાલબાઢી ગામ, બોડા મંડળ, જલપાઈગુડી, પશ્ચિમ બંગાળમાં દેવીનો ડાબો પગ પડ્યો અને તે ભ્રામરી દેવી કહેવાય. 

(૧૭) કામગીરી, કામાખ્યા, નીલાંચલ પર્વત, ગુવાહાટી અસમમાં તેમની યોની પડી અને તે કામાખ્યા રૂપમાં પ્રખ્યાત થઇ.

(૧૮) જુગાડયાં, ખીરગ્રામ, વર્ધમાન જિલ્લા પશ્ચિમ બંગાળમાં જમણા પગનો અંગુઠો પડ્યો અને માં કાલિકા બની. 

(૧૯) કાલીપીઠ, કાલીઘાટ, કોલકાતામાં જમણા પગની કેટલીક આંગળીઓ પડી હતી અને તે માં કાલિકા બની.

(૨૦) પ્રયાગ, સંગમ, ઇલ્હાબાદ, ઉત્તરપ્રદેશમાં લલિતાના હાથની આંગળીઓ પડી હતી. 

(૨૧) જયંતિ નામથી સ્થાપિત છે કાલાજોર ભોરીભોગ ગામ, ખાંસી પર્વત, જયંતીયા પરગના, સિલ્હૈટ જિલ્લોમ બાંગ્લાદેશમાં દેવી જ્યાં તેમના ડાબું જંધા પડી.

(૨૨) કિરીટ નામથી જ સ્પષ્ટ છે કે કિરીટકોણ ગામ, મુર્શિદાબાદ જિલ્લો, પશ્ચિમ બંગાળમાં દેવીનું મુકુટ પડ્યો અને તે વિમલા કહેવાઈ

(૨૩) મણિકર્ણિકા ઘાટ, કાશી, વારાણસી, ઉત્તર પ્રદેશમાં તેમની મણિકર્ણિકા પડી અને તે વિશાલાક્ષી અને માણિકર્ણી રૂપમાં પ્રસિદ્ધ થઇ.

(૨૪) કન્યાશ્રમ, ભદ્રકાળી મંદિર, કુમારી મંદિર, તમિલ નાડુમાં દેવીની પીઠ પડી અને તે શ્રવણી કહેવાઈ.

(૨૫) કુરુક્ષેત્ર, હરિયાણામાં પડી એડી અને માતા સાવિત્રીનું મંદિર સ્થાપિત થયું. 

(૨૬) મણિબંધ, ગાયત્રી પર્વત, પુષ્કર, અજમેરમાં દેવીની બે પહુચીયા પડી હતી, આ દેવીનું નામ ગાયત્રી.

 (૨૭) શ્રી શૈલ, જૈનપુર ગામની નજીક સિલ્હૈટ ટાઉન, બાંગ્લાદેશમાં દેવીનું ગળું પડ્યું, અહીંયા તેમનું નામ મહાલક્ષ્મી છે.

(૨૮) કાંચી, કોપઈ નદી કિનારે પશ્ચિમ બંગાળમાં દેવીની અસ્થિ પડી અને તે દેવગર્ભ રૂપમાં સ્થાપિત છે.

(૨૯) મધ્ય પ્રદેશના અમરકંટકમાં કમલધવ નામના સ્થાન પર શોન નદીના કિનારે એક ગુફામાં, માં કાલી સ્થાપિત છે જ્યાં તેમનો ડાબો નિંતબ પડ્યો અને નર્મદા નદીનો મૂળ હોવાના કારણે દેવી નર્મદા કહેવાય. 

(૩૦) શોન્દેશ, અમરકંટક, મધ્ય પ્રદેશમાં તેમનું જમણો નિતંબ પડ્યો નામ પડ્યું શિવાની.
૩૧. હિગુલા
આ શક્તિપીઠ દક્ષિણ પાકિસ્તાનમાં કરાચી નજીક એક ગુફામાં આવેલું છે. અહીં દેવી કોટ્ટીસ અને ભીમલોચન સ્વરૂપે બિરાજે છે. પૌરાણિક કથા પ્રમાણે દેવીનો બ્રહ્મરંધ અહીં પડયો હતો. અંધકારમય ગુફા માતાજીના પૂજાસ્થળથી પ્રકાશિત થાય છે.

(૩૨) વૃદાવન, ભૂતેશ્વર મહાદેવ મંદિરની પાસે ઉત્તર પ્રદેશમાં દેવીના વાળનો ગુચ્છો અને ચુડામણી પડ્યા. તે ત્યાં ઉમા નામથી પ્રખ્યાત થઇ.

(33) શુચિ, શુચીતીર્થમ શિવ મંદિરની પાસે કન્યાકુમારી, તમિલ નાડુમાં ઉપરની દાઢ પડી નામ પડ્યું નારાયણી.

(૩૪) ત્યાં પંચસાગરમાં તેમની નીચેની દાઢ પડી ના પડ્યું વારાહી

(૩૫) બાંગ્લાદેશના કરતોયતત, ભવાનીપુર ગામમાં તેમની ડાબી જાંજર (પાયલ) પડ્યું અને તે અર્પણ નામથી ઓળખાય છે. 

(૩૬) શ્રીશૈલમ, કુર્નુલ જિલ્લા આંધ્ર પ્રદેશમાં જમણા જાંજર (પાયલ) પડ્યા અને સ્થાપિત થઇ દેવી શ્રી સુંદરી.

(૩૭) પશ્ચિમ બંગાળના વિભાષ, તામલુક, પૂર્વ મેદિનીપુર જિલ્લામાં દેવી કપાલીની (ભીમરુપ)ના જમણી એડી પડી હતી. 

(૩૮) પ્રભાસ, જૂનાગઢ જિલ્લો, ગુજરાતમાં દેવી ચંદ્રભાગાનો પેટ પડ્યું. 

(૩૯) ભૈરવ પર્વત પર ક્ષિપ્રા નદીના કિનારે ઉજ્જયિની, મધ્ય પ્રદેશમાં દેવીના ઉપરના હોઠ જ્યાં તે અવંતી નામથી ઓળખાયછે. 

(૪૦) જનસ્થાન, નાસિક, મહારાષ્ટ્રમાં ઠોડી પડ્યું અને દેવી ભ્રામરી રૂપમાં સ્થાપિત થઇ.

(૪૧) સર્વશૈલ રાજમહેન્દ્રી, આંધ્ર પ્રદેશમાં તેના ગાલ પડ્યા અને દેવીને નામ પડ્યું રાકીની કે વિશ્વેશ્વરી. 

(૪૨) બિરાત, રાજસ્થાનમાં તેના જમણા પગની આંગળી પડી હતી, દેવી અંબિકા કહેવાય 

(૪૩) રત્નાવલી, હુગલી, પશ્ચિમ બંગાળમાં દેવીનો જમણો ખભો પડ્યો અને તેમનું નામ છે કુમારી. 

(૪૪) મિથિલા, ભારત-નેપાળ સીમા પર દેવી ઉંનો ડાબો ખભો પડ્યો હતો. 

(૪૫) નલહાટી, બિસભૂલ, પશ્ચિમ બંગાળમાં પગના હાડકા પડ્યા અને દેવીનું નામ પડ્યું કલિકા દેવી.

(૪૬) કર્ણાટમાં દેવી જય દુર્ગાના બંને કાન પડ્યા. 

(૪૭) વંકેશર પશ્ચિમ બંગાળમાં ગર્ભપડ્યો અને તે મહિષમર્દિની પહેવાઈ. 

(૪૮) યશોર, ઈશ્વરીપુર, ખુલના જિલ્લા, બાંગ્લાદેશ હાથ અને પગ પડ્યા તે યશોરેશ્વરી

(૪૯) અટ્ટહાસ, પશ્ચિમ બંગાળમાં ફૂલ્લારા દેવીના હોઠ પડ્યું 

(૫૦) નંદીપુર, પશ્ચિમ બંગાળમાં નંદનીનું ગળાનો હાર પડ્યો હતો.

(૫૧) લંકામાં અજ્ઞાત સ્થાન પર (એક મતાનુસાર, મંદિર ટ્રીકોમાલીમાં છે, પર પુર્તગલીમાં ધ્વસ્ત થઇ ચૂક્યું છે અને ફક્ત એક સ્તમ્ભ શેષ છે. આ પ્રસિદ્ધ ત્રિકોણેશ્વરમંદિરના નજીક છે) દેવીના જાંજર (પાયલ) પડ્યા ત્યાં તે ઇંદ્રક્ષી કહેવાય છે.
આ તમામ શક્તિપીઠો પર સતિમાતા જે ઉમિયા માતાજીનો અગાઉનુ સ્વરૂપ હતા.

બીજા અવતારે મા ઉમા ભગવતી નામે ઓળખાયા છે.
આમ મા ઉમિયા જગતજનનિ કહેવાયા છે.

Comments

Popular posts from this blog

Chakravyuha

Kaddu ki sabzi

महासती अनुसूया माता story