ભવનાથ મહાદેવ

ભવનાથ મહાદેવ

આ સ્થાન પર ભગવાન શિવ સ્વયંભૂ પ્રગટ્યા હોવાની માન્યતા છે.
ધાર્મિક માહાત્મ્ય: ગિરનારની તળેટીમાં આવેલું છે ભવનાથ મહાદેવનું મંદિર. કહેવાય છે કે આ સ્થાન પર ભગવાન શિવ સ્વયંભૂ પ્રગટ્યા હતા. એક વખત શિવજી કૈલાસમાંથી ગિરનાર ક્ષેત્રમાં આવ્યા અને સ્થળ પસંદ પડતા તપ કરવા બેસી ગયા. તેઓએ આ વાત પાર્વતીને ન કરી. પાર્વતીને કૈલાસમાં શિવજી ન મળ્યા. વર્ષો વીતી જતા પાર્વતીજી અકળાયા.
નારદજીને શિવજીને શોધવા મોકલ્યા. ભોળાનાથ ગિરનારમાં હોવાનું માલૂમ પડતા મા પાર્વતી અહીં આવ્યાં અને તપ કર્યું. બાદમાં 33 કોટી દેવતા આવ્યાને તેમણે પણ તપ કર્યું. આખરે શિવજી સ્વયભૂં ભવનાથના રૂપમાં પ્રગટ થયાને પાર્વતીજીનું શિવજી સાથે મિલન થયું.

ઐતિહાસિક માહાત્મ્ય: ભવનાથ મંદિરમાં બે શિવલિંગ છે. નાનું શિવલિંગ સ્વયંભૂ છે. જ્યારે મોટા શિવલિંગની સ્થાપના અશ્વત્થામાએ કરેલી છે. દ્રોણાચાર્યના પૂત્ર અશ્વત્થામાએ મહાભારતના યુદ્ધમાં જીત મેળવવા આ જગ્યામાં શિવલિંગની સ્થાપના કરી તપશ્વર્યા કરી હતી.
 
મહાભારતનું યુદ્ધ થયું તેને 5000 વર્ષ થયા હોવાનું મનાઇ રહ્યું છે. આમ, આ જગ્યા 5000 વર્ષ જૂની હોવાનું માનવામાં આવી રહ્યું છે. એવું કહેવાય છે કે ગરવા ગિરનાર પર નવ નાથ, 64 જોગણી, 84 સિદ્ધ અને 52 વીરનાં બેસણાં છે. છેલ્લે 2001માં આવેલા ભૂકંપ પછી મંદિરનો ફરી જીર્ણોદ્ધાર કરાયો હતો જેમાં મંદિરના અમુક ભાગમાં તિરાડો પડી ગઈ હતી. 
ભવનાથ મહાદેવ મંદિર

 માર્ગદર્શન, , 
ભવનાથ મંદિરમાં બે શિવલિંગ છે. નાનું શિવલિંગ સ્વયંભૂ છે. જ્યારે મોટા શિવલિંગની સ્થાપના અશ્વત્થામાએ કરેલી છે.
મંદિરનાં મુખ્ય આકર્ષણો
ભવનાથનો મેળો, લીલી પરિક્રમા, શિવરાત્રીનો ઉત્સવ, મંદિરના પરિસરમાં આવેલો મૃગી કુંડ.  
 
આરતીનો સમય : સવારે 4.45 વાગ્યે
સવારે 11.00  ભોગ આરતી
સાંજે 7.15 સંધ્યા આરતી.
રાત્રે 10.00 વાગ્યે શયન આરતી.
ભવનાથ મહાદેવ મંદિર માર્ગદર્શન,  

ગરવા ગિરનાર પર નવ નાથ, 64 જોગણી, 84 સિદ્ધ અને 52 વીરનાં બેસણાં છે.
દર્શનનો સમય: ભક્તો માટે મંદિરના દ્વાર 24 કલાક ખુલ્લા રહે છે.
 
કેવી રીતે પહોંચવું: જૂનાગઢ જાણીતું શહેર છે. જૂનાગઢ બસ સ્ટેશનથી ભવનાથ મંદિર 7 કિમી છે. રાજકોટથી 103 કિમી અને અમદાવાદથી 317 કિમી છે.
જૂનાગઢમાં રેલવે સ્ટેશન છે અને નજીકનું એરપોર્ટ રાજકોટમાં છે.

ભવનાથનો મેળો, લીલી પરિક્રમા, શિવરાત્રીનો ઉત્સવ, મંદિરના પરિસરમાં આવેલો મૃગી કુંડ અહીંના મુખ્ય આકર્ષણો છે.
નજીકનાં મંદિરો
1). સ્વામિનારાયણ મંદિર, જૂનાગઢ 2 કિમી.
2). ચેલૈયાધામ બીલખા-22 કિમી
3). પરબધામ-37 કિમી.
4). જલારામ મંદિર વીરપુર-47 કિમી
5). ખોડલધામ 48 કિમી.
6). સતાધાર- 52 કિમી
 
રહેવાની સુવિધા : મંદિરમાં રહેવાની સુવિધા નથી પરંતુ મંદિરની આસપાસ 60 વધુ ધર્મશાળાઓ છે. જેમાં રહેવાની સારી એવી વ્યવસ્થા છે. મંદિરમાં જમવાની વ્યવસ્થા છે

Comments

Popular posts from this blog

Chakravyuha

Kaddu ki sabzi

Importance of Rahu in astrology