Misal usal
મિત્રો... જય શ્રીકૃષ્ણ.. મુંબઈ માં ખુબજ ખવાતી અને એકદમ ટેસ્ટી વાનગી." મિશળ " ની રેસીપી અને ફોટાઓ પોસ્ટ કરૂં છું..આશા છે, આપને પસંદ આવશે.
આ મારી ગ્રુપ માં પ્રથમ પોસ્ટ છે.. કાંઈ ભુલચુક હોય તો ચલાવી લેજો...
સામગ્રી :(૨ વ્યક્તિ માટે)
૨ મુઠ્ઠી સફેદ વટાણા (રાત્રે નવશેકા પાણીમાં પલાળી રાખવા)
૨ મોટી ચમચી આદુ મરચાં લસણ ની મિક્સ પેસ્ટ.
૨ મોટી સાઇઝ ના બટાકા અને કાંદા, (કાંદા ને ઝીણા સમારી લેવા) અને(૧ બટાકા ને છુંન્દી લેવાનું)
લાલ મરચું પાવડર - હળદર - ધાણાજીરું પાવડર - આમચૂર પાઉડર - પ્રમાણસર.
૧ લીંબુ નો રસ. જરૂર પ્રમાણે નમક તથા રાઇ..૧ મોટી ચમચી ગરમ મસાલો. હિંગ
દોઢેક મોટો ચમચો તેલ વઘાર માટે... તથા એક ચમચો તેલ " તરી " માટે.
૧૦૦ ગ્રામ મિક્સ ફરસાણ- સેવ - ભાવનગરી ગાંઠીયા- પાપડી ગાંઠીયા - તીખા ગાંઠિયા - તીખી મીઠી બુંદી વગેરે..
(ફરસાણ કંદોઈ ની દુકાને પણ મળી શકે)
બનાવવાની રીતઃ
સૌપ્રથમ રાત્રે પલાળી રાખેલા વટાણા તથા
૨ બટાકા ને કુકરમાં બાફી રાખી દો... હવે
એક કડાઈમાં દોઢ ચમચા જેટલું તેલ મૂકી તેને ગરમ થવા દો પછી તેમાં રાઈ હિંગ.. થોડા ઝીણા સમારેલા કાંદા આદુ મરચાં લસણ ની પેસ્ટ ઉમેરવી ૧ મિનિટ પછી ૧ બટાકા નો છુન્દો નાખો ૨ મિનિટ પછી બાફેલા વટાણા નાખી.. મિડીયમ તાપ પર થોડું પાણી નાખી ૩ મિનિટ ઢાંકીને રાખો
પછી તેમાં જરૂર પ્રમાણે લાલ મરચું પાવડર - હળદર - આમચૂર પાઉડર - ધાણાજીરુ - કાશ્મીરી લાલ મરચું પાવડર (અડધી ચમચી જેટલું) નાખી ૪ મિનિટ સુધી રહેવા દો.. હવે ગેસ બંધ કરી દો.. તૈયાર છે ટેસ્ટી " મિશળ "
" તરી " માટે વઘારિયા મા ૧ ચમચો તેલ ગરમ કરો થોડુ ગરમ થાય એટલે તેમાં ચપટી હિંગ અને લીમડાના પાન તથા કાશ્મીરી લાલ મરચું પાવડર ૧ ચમચી નાખી ગેસ બંધ કરી દો..
હવે આ " તરી " ને મિશળ પર રેડી દો.. પછી ૧ લીંબુ નો રસ નાખો તો ફાઇનલી તૈયાર છે મુંબઈ નુ ટેસ્ટી મિશળ.. ફરશાણ તથા ઝીણા સમારેલા કાંદા નાખી ગરમ ગરમ પીરસો...
પોતાના ટેસ્ટ મુજબ થોડી ખાંડ પણ નાખી શકાય..
Comments
Post a Comment