*મહાભારત નું યુદ્ધ પુરું થયું* *અને

 

          *( કર્મ નો 'સાચો' સિધ્ધાંત )-*


         *મહાભારત નું યુદ્ધ પુરું થયું*
*અને,*
*ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકા પરત આવ્યાં...*

*પટ્ટરાણી રુક્મિણી તેની પાસે આવ્યાં અને પૂછ્યું -*

*કર્ણનું શું ?*
*એક શ્રેષ્ઠ મિત્ર, મહાપરાક્રમી અને મહાદાનેશ્વરી કર્ણ નો શું દોષ હતો ?*

*જેણે પોતાની માતા કુંતીને પણ, અર્જુન સિવાય કોઇપણ પાંડવને ન મારવાનું વચનદાન આપ્યું !*

*ઇન્દ્રને પણ દાનમાં પોતાનાં કવચ કુંડળ આપી દીધાં...*

*એવાં મહાન દાતા ને ક્યા પાપે માર્યો ??*

*શ્રીકૃષ્ણ : મહારાણી,*
*જ્યારે સાત સાત મહારથીઓ સામે સફળતાપૂર્વક એકલે હાથે લડી ને મહાવીર અભિમન્યુ નીચે પડી ગયો...*

*અને,*
*સાવ મૃત્યુની સમીપ હતો, ત્યારે તેણે અસીમ આશાથી પાસે જ ઊભેલા કર્ણ પાસે પીવાનું પાણી માંગ્યુ !*

*તેને શ્રદ્ધા હતી કે -*
*દુશ્મન હોવાં છતાં,*
*મહાન દાનેશ્વરી કર્ણ એને જરૂર પાણી આપશે...*

*પણ,*
*પોતાની પાસે જ ચોખ્ખા મીઠાં પાણીનો ઝરો હોવાં છતાં..*

*ફક્ત પોતાનો મિત્ર દુર્યોધન નારાજ ન થાય તે કારણે -*

*કર્ણ એ મરતા અભિમન્યુ ને પાણી ન આપ્યું...*
*અને,*
*એ બાળયોદ્ધો તરસ્યો જ મરી ગયો !*

*હે રુક્મિણી,*

*આ એક જ 'પાપ' એનાં જીવન આખા દરમિયાનનાં દાનથી મળેલાં પુણ્યને નષ્ટ કરવા/ભૂંસી નાખવા માટે પૂરતું હતું...*

*અને,*
*કાળની અકળ ગતિ જુઓ કે -*

*એ જ પાણી નાં ઝરણાંનાં કાદવમાં -*
*એનાં રથનું પૈડું ફસાયું...*

*અને,*

*તેનાં મૃત્યુનું કારણ બન્યું !!*

*આ જ છે -*

*-( કર્મનો 'સિદ્ધાંત' )-*

*કોઈને કરેલા અન્યાય ની એક જ પળ...*

*જીવન આખાની પ્રમાણિકતાનો 'છેદ' ઉડાડી મૂકે છે ||.*

*ખાસ નોંધ: દરેક ને પોતે કરેલા કર્મ નું ફળ અહીં જ ભોગવવા નું છે.*

Comments

Popular posts from this blog

Chakravyuha

Kaddu ki sabzi

Importance of Rahu in astrology