Ghathiya teekha
Ghathiya teekha
સૌરાષ્ટ્રની સવારની સુગંધિત અને સ્વાદિષ્ટ એક ઓળખ છે ગાંઠિયા. તીખા ગાંઠિયા તેને તમે ચાની સાથે અથવા નાસ્તામાં સર્વ કરો.
Ingredients:-
250 ગ્રામ ચણાનો લોટ,
૩ ચમચી લાલ મરચું,
1 ચમચી અજમો,
1/4 ચમચી હળદર,
ચપટી સોડા,
1/4 ચમચી મરી પાઉડર,
મીઠું સ્વાદ મુજબ,
તેલ તળવા,
પાણી.
Method:-
એક મોટા વાસણમાં ચણાનો લોટ લઈ તેમાં લાલ મરચું, અજમો,હળદર,મરી પાવડર,ચપટી સોડા અને મીઠું ઉમેરી લોટ બાંધો(પાણી હળવે હળવે મિક્ષ કરવું).
સંચાને અને મોટા કાણાવાળી પ્લેટને તેલ વડે ગ્રીસ કરી,તેમાં તૈયાર કરેલ લોટ ભરી દો.
તેલ ગરમ થાય એટલે સીધા તેમાં ગાંઠિયા પાડી લો.મીડીયમ તાપે તળી લો.
ઠંડા થાય પછી ડબ્બામાં ભરી દેવાના.
તો તૈયાર છે તીખા ગાંઠિયા.
Comments
Post a Comment