.....
Dedicated To All Females
હું પહોર છું ગુલાબી,
હું રાત છું અંધીયારી,
હું બાર બપોર છું ને
હું સમી સાંજ છું,
પણ એ નથી ખબર કે કોની છું હું...
નાનપણ ની ગમ્મત છું,
યોવન ની કાયા છું,
કેટલાક ને મન તો હું મોહ માયા છું, પણ એ નથી ખબર કે કોની છુ હું...
જીર્ણ થયેલી યાદ દાસ્ત છું,
કોઈ પ્રેમી ની યાદ પણ છું,
એના દુ:ખ માં બધા ને યાદ છું,
મારા દુ:ખ માં જ બાદ છું,
પણ એ નથી ખબર કે કોની છુ હું...
માવતર માટે પારકી થાપણ છું, સાસરામાં લક્ષ્મી છું,
જનમ સમયે જલેબી ને વિદાય વેળા યે કરીયાવર છું,
પણ એ નથી ખબર કે કોની છુ હું...
હું રસોઈ ની રાણી છું,
ને ઘર કામ મા શાણી છું,
કોઈ પણ ઉંમરે સહેલી છું,
ના સમજો તો પહેલી છું,
પણ એ નથી ખબર કે કોની છુ હું...
મજધારે અટકેલી નાવ છું,
અને પેલે પાર ક્ષિતિજ છું,
જીવાય ગઇ જે બીજા ના નામ પર હું એ જિંદગી છું,
પણ એ નથી ખબર કે કોની છુ હું...
સંબંધો માં હું સરહદ છું,
તો સૌ ને જોડતો તાતણો છું,
કોઈ ની અરધાંગીની છું,
ને કોઇ નો ભુલાયેલો અંશ છું,
પણ એ નથી ખબર કે કોની છુ હું...
દુનિયા ની ભીડ મા એકલી છું,
સમજે કોઇ તો મૈત્રી છું,
સમાજ માં અબળા નારી
અને રણે ચડુ તો રણચંડી છું,
પણ એ નથી ખબર કે કોની છુ હું...
હું દીકરી છું કોઈ ની તો સાથે બહેન પણ છું,
હું પત્ની બની જાવ છું,
ને મા બની રહી જાવ છું,
પણ એ નથી ખબર કે કોની છુ હું...
આ દુનિયા યાદ કરાવતી રહે છે
🌺*હું સ્ત્રી છું*
.....
Comments
Post a Comment