सायरी

જિંદગીની સફર ને હું 🚶
હસતા હસતા કાપતો ગયો ,
રસ્તે ઘણી ખુશીઓ વેરાયેલી હતી ,
તેને વિણતો ગયો

મુરઝાયા પછી પણ 🥀
મારી સુવાસની ચર્ચા છે અહીં ,
વસંત તો શું , હું તો
પાનખરમાં પણ ખીલતો ગયો ,🌻

ઉંચાઈએ રહેવાનો મને
મોહ જરા પણ નથી દોસ્તો,
હું એ તારો છું જે ✨
બીજાની ઈચ્છા પુરવા ખરતો ગયો ,

સમય સાથે સમજાયું
નથી મળતી ખુશીઓ જ હંમેશા ,
ખુશ રહેવા દુઃખને પણ
હસીને માણતા શીખતો ગયો

આ મુસ્કાન જોઈ એમ ન માનતા
કે રડયો નથી હું ક્યારેય ,
પણ આંસુઓની શ્યાહી બનાવી 😢
શબ્દોમાં વ્યથા લખતો ગયો

કોશિશ તો કેટલીયે કરી હશે
જિંદગીએ મને રડાવવાની,
પણ સવાલ વટનો હતો,
હું હંમેશા હસીને જીવતો ગયો...
 🍁🌻🌻🙏🌻🌻🍁

Comments

Popular posts from this blog

Chakravyuha

Kaddu ki sabzi

Importance of Rahu in astrology